મથી મથી જીવનભર તો ખૂબ મથ્યો
ના મને જાણી શક્યો, ના મને સમજી શક્યો
લઈ વૃત્તિઓને સાથમાં, નીકળ્યો મને જાણવા
હરેક વખતે મને હું જુદો લાગ્યો, મને નવો લાગ્યો
કરી કોશિશો જાણવા-સમજવા, ના મૂળ સુધી પહોંચી શક્યો
કદી મને બુદ્ધિનો બેલ, કદી હોશિયાર તો સમજ્યો
હરેક અવસ્થા હતી મારી, હું તો એવો ને એવો હતો
કદી તો ભાવમાં તણાયો, કદી ભાવહીન બન્યો
કદી નસીબદાર ગણાયો, કદી ભાગ્યહીન ગણાયો
મારી ને મારી સમજમાં જીવનભર મૂંઝાતો રહ્યો
હું મને શોધવા ને સમજવા નીકળ્યો, ના મને જાણી શક્યો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)