થાવા સુખી જીવનમાં, ગઈ ગુજરી જાજો ભૂલી, નવું પાનું લખવું દેજો શરૂ કરી
બનાવો રહેશે બનતા જીવનમાં, સ્થિરતા લેજો જીવનમાં એમાં મેળવી
ના દુઃખી રહેજો, ના દુઃખી બનાવો, જબાન ઉપર લેજો સંયમ કેળવી
વિશ્વાસની જ્યોત દેજો પ્રગટાવી, સાથ લોભલાલચનો દેજો છોડી
હાથ જોડી બેસજો ના કર્મો સામે, પુરુષાર્થનું પાનું જીવનમાં દેજો ખોલી
ઈર્ષ્યાની આગને દેજો શમાવી, ક્રોધના ઘોડલાને જીવનમાં દેજો નાથી
ભક્તિને રગેરગમાં દેજો વણી, સંપને જીવનમાં તો રહેજો વળગી
અપમાનને જીવનમાં દેજો વ્યક્ત, અસત્યને જીવનમાં દેજો હણી
માત્રા પ્રેમની દેજો વધારી, કરજો છૂટે હાથે તો માનની લહાણી
અસંતોષને દેજો હૈયામાંથી હટાવી, હૈયામાં-નયનોમાં સરળતા દેજો વસાવી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)