જમાના જમાનાએ જમાના ઘણા જોયા, મારા જમાનાની તો હું હકીકત છું
કર્યાં નથી દાવા જમાનાએ, સદા એ તો સાક્ષી બનતો રહ્યો છે
જમાના સાથે ના ચાલ્યા જીવનમાં, હાલત એની ના વર્ણવા જેવી છે
જમાના નથી વખાણવા કે વખોડવા જેવા, સદા એ સમયનું દર્પણ છે
પ્રેમ કે પ્રીત બાંધી જમાના સંગે, જમાનો નજદીક તો લાગ્યો એને છે
સુખદુઃખનાં નર્તન જમાનાએ જોયાં, ના જગમાં એને એ રોકી શક્યા છે
વૃત્તિએ વૃત્તિએ જમાના બદલાયા, જમાના એમાં બદલાતા તો રહ્યા છે
હરેક પેઢીએ તો આ કહ્યું, જગમાં જમાનો ને જમાનો બદલાતો રહ્યો છે
જમાનાએ જમાનાએ બદલાણી હકીકતો, હકીકતોએ તો જમાના બદલ્યા છે
થોડે-વધુ અંશે, સર્વાશે રહ્યું પ્રેમનું સામ્રાજ્ય, ના હકીકત આ બદલાણી છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)