ચાલો ભારતભૂમિમાં ફરીએ, પવિત્ર નદીનાં નીર પી, પવિત્ર બનીએ
ગંગા કિનારે જઈએ, ગંગામાં સ્નાન કરીએ, કાશી વિશ્વનાથનાં દર્શન કરીએ
સરયૂના તીરે જઈએ, નીર એનાં પીએ અવધપતિ રામનાં દર્શન કરીએ
યમુનાના તીરે જઈએ, નીર એનાં પીએ, બંસરીવાળા કનૈયાનાં દર્શન કરીએ
ગોમતીના તીરે જઈએ, નીર એનાં પીએ, દ્વારકાધીશના દર્શન કરીએ
ગોદાવરીના તીરે જઈએ, નીર એનાં પીએ, વહાલા પંઢરીનાથનાં દર્શન કરીએ
કાવેરીના તીરે જઈએ, નીર એનાં પીએ, વહાલા તીરુપતિનાં દર્શન કરીએ
નર્મદાના તીરે જઈએ, નીર એનાં પીએ, વહાલા લકુલેશનાં દર્શન કરીએ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)