કોઈ ને કોઈ કારણસર જીવનમાં, અંતર સહુનું તો દુભાય છે
સ્થિરતા-અસ્થિરતાનાં મોજાં પર છે સવારી, ઊંચા-નીચા એમાં થાય છે
સુખદુઃખનાં મોજાં પર તો છે સવારી, ઊંચા નીચા એમાં થાય છે
પ્રેમ ને વેરનાં મોજાં પર છે સવારી, ઊંચા નીચા એમાં તો થાય છે
દુઃખદર્દ પર છે સવારી સહુની, જીવન તો એમાં ઝોલાં ખાય છે
કામ-ક્રોધમા મોજાં ઉપર છે સવારી, પાયમાલી જીવનની એમાં થાય છે
લોભ લાલચના મોજાં ઉપર છે સવારી, જીવન એમાં તણાઈ જાય છે
ઇચ્છાઓનાં મોજાં ઉપર છે સવારી, ક્યાંયના ક્યાંય ફેંકાઈ જાય છે
વૃત્તિઓનાં મોજાં ઉપર છે સવારી, એમાં તો તણાતા જાય છે
વિચારોનાં મોજાં ઉપર છે સવારી, જીવન બેતાલ બનતાં જાય છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)