તારી વાત તો તું જાણજે, લેજે જાણી જીવનમાં જીવનનું રૂપ
ફંટાશે કઈ દિશામાં, લેજે જાણી જીવનમાં એનું તો સ્વરૂપ
બનાવજે જીવનને તું તારું, કાં બની જાજે તો એને અનુરૂપ
વાળજે જીવનને તો એવું, જોવું હોય જીવનનું જેવું રૂપ
જોવું હોય જીવનને જો હસતું, લેજે વણી હાસ્યને તદ્રૂપ
વહાવવો હોય પ્રેમનો પ્રવાહ જીવનમાં, બની જાજે પ્રેમસ્વરૂપ
રાખજે સ્વભાવ તો કાબૂમાં, બની જાય ના જીવનને ભારરૂપ
જીવજે જીવન, લેજે લહાવો જીવનનો, બનીને જીવનને તદ્રૂપ
જીવજે જીવન જગમાં એવું, સમજી જીવનને પ્રભુની મસ્તીરૂપ
તું છે અંશ પ્રભુનો, છે જીવન પ્રસાદી પ્રભુની, જીવજે અનુરૂપ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)