Hymn No. 8631 | Date: 19-Jun-2000
|
|
Text Size |
 |
 |
2000-06-19
2000-06-19
2000-06-19
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=18118
શબ્દો ઉપર જો સંયમ ના રખાશે, શબ્દે શબ્દે રમખાણ ઊભાં થાશે
શબ્દો ઉપર જો સંયમ ના રખાશે, શબ્દે શબ્દે રમખાણ ઊભાં થાશે દુઃખને કાબૂમાં જો ના રખાશે, દુઃખનો મહાસાગર જીવનમાં છલકાશે પ્રેમમાં મર્યાદા ના જાળવશે, પ્રવાહ પ્રેમના એમાં બદલાઈ જાશે બહાર ને બહાર ફર્યા જીવનમાં, માયા વિના હાથમાં બીજું ના આવશે ઊતર્યા ભીતરમાં જ્યાં ઊંડા ને ઊંડા, અજવાળાં અંતરનાં એમાં પથરાશે બન્યા સુખદુઃખના સંગી જીવનમાં, જગમાં એને ભોગવવાં પડશે દીવડાને સાફ જો ના રખાશે, પ્રકાશ એમાંથી તો ઝાંખો મળશે અંતરનાં તોફાનો જો કાબૂમાં ના લેવાશે, જીવન અસ્થિર એમાં બનશે પ્રેમને જીવનમાં ના જો અપનાવાશે, જીવન એમાં એકલવાયું બની જાશે દિલને ને વિચારોને જો ના શુદ્ધ રખાશે, પ્રભુ ત્યાં નજદીક ના આવશે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
shabdo upar jo sanyam na rakhashe, shabde shabde ramakhana ubham thashe
duhkh ne kabu maa jo na rakhashe, duhkhano mahasagara jivanamam chhalakashe
prem maa maryada na jalavashe, pravaha prem na ema badalai jaashe
bahaar ne bahaar pharya jivanamam, maya veena haath maa biju na aavashe
utarya bhitaramam jya unda ne unda, ajavalam antaranam ema patharashe
banya sukhaduhkhana sangi jivanamam, jag maa ene bhogavavam padashe
divadane sapha jo na rakhashe, prakash ema thi to jankho malashe
antaranam tophano jo kabu maa na levashe, jivan asthira ema banshe
prem ne jivanamam na jo apanavashe, jivan ema ekalavayum bani jaashe
dilane ne vicharone jo na shuddh rakhashe, prabhu tya najadika na aavashe
|
|