Hymn No. 8639 | Date: 24-Jun-2000
|
|
Text Size |
 |
 |
2000-06-24
2000-06-24
2000-06-24
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=18126
રંગતના રંગ બદલાઈ ગયા, નશા મસ્તીના જ્યાં છવાઈ ગયા
રંગતના રંગ બદલાઈ ગયા, નશા મસ્તીના જ્યાં છવાઈ ગયા ચડયા નશા નજરમાં ને હૈયામાં, રંગ જીવનમાં એમાં બદલાઈ ગયા રંગવું હતું જીવનને રંગે મારા, ખુદના હાથે રંગ તો કેવા પૂરાઈ ગયા હર હાલત હતી ક્યારી જીવનની, ન જાણે કેવાં પુષ્પોનાં સર્જન થઈ ગયાં પીંછી હતી હાથમાં, પટ હતો જીવનનો, ન જાણે લપેટા કેવા થઈ ગયા હાંકી ના નીંદ આળસ, હૈયે ઇંતેજારીના, સાચા-ખોટા રંગો પૂરાઈ ગયા રોજેરોજ ચિત્રો બદલાતાં ગયાં, રોજ ચિત્રો પીંછીથી ચીતરતાં ગયાં ગમ્યાં કંઈક ચિત્રો હૈયાને, ખુદ જોઈ ચિત્રો, અચરજમાં એ નાખી ગયાં હતા અનેક રંગો પાસે ને સાથે, રંગો જુદા જુદા એમાં તો પૂરાતા ગયા ચડી મસ્તી કે નશા કયા રંગની, રંગાયા છતાં અજાણ્યા રહી ગયા
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
rangatana rang badalai gaya, nasha mastina jya chhavai gaya
chadaya nasha najar maa ne haiyamam, rang jivanamam ema badalai gaya
rangavum hatu jivanane range mara, khudana haathe rang to keva purai gaya
haar haalat hati kyari jivanani, na jaane kevam pushponam sarjana thai gayam
pinchhi hati hathamam, pata hato jivanano, na jaane lapeta keva thai gaya
hanki na ninda alasa, haiye intejarina, sacha-khota rango purai gaya
rojeroja chitro badalatam gayam, roja chitro pinchhithi chitaratam gayam
ganyam kaik chitro haiyane, khuda joi chitro, acharajamam e nakhi gayam
hata anek rango paase ne sathe, rango juda juda ema to purata gaya
chadi masti ke nasha kaaya rangani, rangaya chhata ajanya rahi gaya
|