એ કંઈ નથી, એ કંઈ નથી, જીવનમાં તો એ કંઈ નથી
મેળવ્યું જીવનમાં જે, મેળવવાનું છે જે, એની સામે એ કંઈ નથી
કહીએ છીએ જીવનમાં જે કહેવું છે જે, એની સામે એ કંઈ નથી
ભર્યા છે હૈયામાં ભાવો જે, કર્યાં પ્રગટ જે, એની સામે એ કંઈ નથી
જાણ્યું જીવનમાં જે, જાણવાનું છે જે, એની સામે તો એ કંઈ નથી
ધરી ધીરજ જેટલી, ધરવાની છે જેટલી, એની સામે તો એ કંઈ નથી
કાઢયા કંઈક માર્ગો, કાઢવાના છે જીવનમાં જે, એની સામે એ કંઈ નથી
કર્યા યત્નો જીવનમાં જે, કરવાના છે જે, એની સામે તો એ કંઈ નથી
મેળવી શક્તિ જીવનમાં જે, મેળવવાની છે જે, એની સામે એ કંઈ નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)