Hymn No. 8645 | Date: 27-Jun-2000
મનગમતા મુખડાની જ્યાં માયા લાગી, મહોબતની દુનિયામાં બહાર આવી
managamatā mukhaḍānī jyāṁ māyā lāgī, mahōbatanī duniyāmāṁ bahāra āvī
મન, દિલ, ભાવ, વિચાર, યાદ
(Mind, Heart, Feelings, Thoughts, Remembrance)
2000-06-27
2000-06-27
2000-06-27
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=18132
મનગમતા મુખડાની જ્યાં માયા લાગી, મહોબતની દુનિયામાં બહાર આવી
મનગમતા મુખડાની જ્યાં માયા લાગી, મહોબતની દુનિયામાં બહાર આવી
નજરથી નજર જ્યાં એની મળી, ચાર ચાંદ ગઈ એમાં એ તો લગાવી
હૈયામાં ટમટમતા અનેક તારલિયાના, દીપ દીધા એણે તો પ્રકટાવી
પ્રગટી આનંદની હૈયે તો હેલી, હૈયામાં દીધી આંનંદની લ્હેરી ફેલાવી
નજર ફેરવી તો જ્યાં જ્યાં, ત્યાં ત્યાં તો નજર એની દેખાણી
આ દુનિયામાં રહી રહીને પણ, અંતરની એક નવી દુનિયા રચાણી
ભાવની એક અનોખી દુનિયામાં, દીધો પ્રવેશ એણે તો કરાવી
બન્યો મસ્ત જ્યાં એમાં ને એમાં, દીધું જગ બધું એણે વીસરાવી
વિરહની વેદના જગાવી, તાલાવેલી એક થવાની દીધી એણે જગાવી
મીઠા મીઠા દર્દની હૈયામાં એણે, એક દુનિયા દીધી તો વસાવી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
managamatā mukhaḍānī jyāṁ māyā lāgī, mahōbatanī duniyāmāṁ bahāra āvī
najarathī najara jyāṁ ēnī malī, cāra cāṁda gaī ēmāṁ ē tō lagāvī
haiyāmāṁ ṭamaṭamatā anēka tāraliyānā, dīpa dīdhā ēṇē tō prakaṭāvī
pragaṭī ānaṁdanī haiyē tō hēlī, haiyāmāṁ dīdhī āṁnaṁdanī lhērī phēlāvī
najara phēravī tō jyāṁ jyāṁ, tyāṁ tyāṁ tō najara ēnī dēkhāṇī
ā duniyāmāṁ rahī rahīnē paṇa, aṁtaranī ēka navī duniyā racāṇī
bhāvanī ēka anōkhī duniyāmāṁ, dīdhō pravēśa ēṇē tō karāvī
banyō masta jyāṁ ēmāṁ nē ēmāṁ, dīdhuṁ jaga badhuṁ ēṇē vīsarāvī
virahanī vēdanā jagāvī, tālāvēlī ēka thavānī dīdhī ēṇē jagāvī
mīṭhā mīṭhā dardanī haiyāmāṁ ēṇē, ēka duniyā dīdhī tō vasāvī
|
|