તારું જીવન તો છે તારાં કર્મોનું ખેતર, તું જ છે એનો બીજ વાવનાર ને લણનાર
જોઈ પાક ડઘાઈ જાય છે શાને, બન્યો છે શાને એમાંથી તો તું ભાગનાર
શોધ ના દોષ હવે એમાં અન્યના, છે જ્યાં તું ને તું તારાં કર્મોનો કરનાર
ચૂકી વિવેક, કર્યાં આડેધડ કર્મો, બન્યો હવે એનો રે તું, તું ને તું લણનાર
લગાડયાં હૈયે કર્મોને એવાં, બન્યો છે હવે તું એમાં તો તું ને તું રડનાર
જનમોજનમ રહ્યો ભોગવતો કર્મો, બન્યો ના તોય તું એનો જાણનાર
થઈ ના કર્મોની ખેતી ઓછી, બન્યો જ્યાં એને તું ને તું પાણી પાનાર
કરી કરી કર્મો જીવનમાં, રહ્યો જગમાં સદા તું ને તું તારાં કર્મોને ભૂલનાર
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)