આજ જીવનમાં કહેવા કેમ લલચાયા, એ અમારા છે, એ અમારા છે
બની ના શક્યા કે બનાવી ના શક્યા, જીવનમાં એને તો તમારા
તરછોડયા જીવનમાં એને, કપરા સમયે સાથ ના દઈ શક્યા
કર્યાં સર શિખરો જીવનમાં એણે, તમે તળેટીમાં ને તળેટીમાં રહ્યા
વગર કારણે તોડયા નાતા, જિંદગીમાં દૂર ને દૂર એને રાખ્યા
એની ભાગ્યની રેખા ના વાંચી શક્યા, સાથ ને સંગાથ એના તોડયા
હતા જ્યાં એ હૈયાના અંગ સમા, આંખમાં કણાની જેમ શાને ખૂંચ્યા
લોભલાલચમાં તણાયા, સંબંધોમાં આંખ શાને બંધ કરી બેઠા
હતા જીવનમાં એ જેવા, હતા તમારા હૈયાના જાણકાર એ પૂરા
સહન થઈ શકી ના શું વેદના, આજ કહેવા લલચાયા એ અમારા હતા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)