નજરે ઝીલી તો કંઈક નજરો, દિલે ઝીલ્યાં તો કંઈક તોફાનો
કિસ્મત નજર જીવનમાં તો તારી, નજર તારી તો નથી જીરવાતી
ઝીલ્યાં નજરે બાણો નજરનાં, કર્યાં સહન ઘા, દિલે તો ઘણા
જોઈ નજરે તો કંઈક નવાજૂની, દિલે તો અનુભવી કંઈક નવાજૂની
ચાલી ના નજર તબાહીની ગ્રહો પર, રહી દૃષ્ટિ દૂર ત્યાં તબાહીની
જોઈ નજરે કંઈક વેદનાઓ, દિલે પણ અનુભવી કંઈક વેદનાઓ
ક્યારેક નજર ને હૈયું શરમ અનુભવે, ચાહે જીવન ફરી શરમ ના અનુભવવા
પલ્લું કિસ્મતનું તો જીવનમાં, જગમાં ચડે ઉપર કે નમે એ નીચે
નજર ને હૈયામાં કિસ્મત શાનું, જીવનમાં ઊથલપાથલ મચાવી દે
વરેલું છે હરેક ઇન્સાનના જીવન સાથે, આમ શાને તું વર્તે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)