સાવધ રહો, સાવધ રહો, જીવનમાં તો સદા સાવધ રહો
રહી અસાવધ ગુમાવ્યું ઘણું, જીવનમાં ભોગ એના ના બનો
રહેશે થાતા ચારે દિશાઓમાંથી, જીવનમાં પ્રહાર સાવધ રહો
અપરિચિતથી સાવધ રહો, ખુદના સ્વભાવથી સાવધ રહો
છે અપરિચિત તારી વૃત્તિઓથી, ખુદની વૃત્તિઓથી સાવધ રહો
છે છૂપા દુશ્મનો જીવનમાં તારા ઘણા, સદા એનાથી સાવધ રહો
નિરાશાઓ તાણે ઘણી જીવનને, નિરાશાઓથી સાવધ રહો
લોભ-લાલસા તાણે ઘણી, સદા એનાથી તો સાવધ રહો
દુઃખદર્દ છે દુશ્મન જીવનના, સદા એનાથી તો સાવધ રહો
ઇચ્છાઓ ને ઇચ્છાઓ વાળે દાટ જીવનમાં, સદા સાવધ એનાથી રહો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)