જનમોજનમથી રહી મારી મહેચ્છા તો કુંવારી ને કુંવારી
મળવું હતું મારે મારા પ્રીતમને, બીજી ઇચ્છાઓ વીંટલાણી
લઈ ભક્તિનો સંગાથ, હતું પહોંચવું માંડવે, વૃત્તિ ગઈ બીજે તાણી
કર્યાં મનસૂબા મળવાને, નાવડી અધવચ્ચે તો બીજે ફંટાણી
લોભલાલચ રહ્યાં રસ્તા રોકી, પ્રીતમને ના મળવા પામી
માયાએ લોભામણી જાળ બિછાવી, મતિ એમાં તો ખેંચાણી
હૈયાના તલસાટે, માયાના પમરાટે, દીધો એને તો દબાવી
ખેંચાયો જ્યાં પ્રેમભીના સાદે, વિકારોની બેડી ત્યાં બાંધી
મારા અંગેઅંગના, મારા મનડાની સ્થિરતા ના મેળવાણી
હવે મળો એક વાર મારા સ્વામી, મને તારો ને તારો દાસ જાણી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)