હું નથી કાંઈ મોટો રે માડી, હું તારા ખોળાએ ખેલતો તારો એક બાળ છું
નથી કાંઈ શક્તિશાળી હું તો, તારી શક્તિના પ્રાંગણમાં તારી શક્તિનો એક અંશ છું
નથી કાંઈ ભક્ત હું તો, તારી ભક્તિમાં પાપા પગલી પાડતો, તારો બાળ છું
નથી કાંઈ સુંદર હું તો માડી, તમને ગમતો, તારો ને તારો તો એક બાળ છું
નથી સમજદાર હું તો માડી, તને સમજવા મથતો તારો તો એક બાળ છું
નથી કાંઈ જ્ઞાની હું તો માડી, કાલીઘેલી વાતો કરનારા, તારો એક બાળ છું
નથી કાંઈ સદ્ગુણી હું તો માડી, તારા ગુણો ગ્રહણ કરવા મથતો તારો એક બાળ છું
નથી કાંઈ સ્મૃતિશીલ હું તો માડી, તને યાદ કરવા મથતો તારો ને તારો બાળ છું
નથી કાંઈ વિશેષ દૃષ્ટિવાળો માડી, સર્વમાં તને જોવા મથતો તારો ને તારો બાળ છું
નથી કાંઈ ફરિયાદી હું તો માડી, અંતરની વાતો કહેનાર તને, તારો એક બાળ છું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)