છે જુદી જુદી રાહોની મંઝિલ જુદી, નથી બધી એ મંઝિલ તારી
નક્કી કર્યાં વિના ચાલીશ રાહે, મહેનત તારી એમાં ફોગટ જવાની
રાહે રાહે બદલતો રહીશ રાહ તારી, નથી રાહ મંઝિલે પહોંચાડવાની
લાગે મંઝિલ દૂરથી રળિયામણી, જીવનમાં મહેનત એ માંગવાની
હરેક મંઝિલ જીવનની, રાહની થકાવટ ને થાક તો ઊતારવાની
હરેક મંઝિલ જીવનની જીવનમાં, મનની સ્થિરતા તો એ માંગવાની
લગન લાગ્યા વિના મગન થયા વિના, મંઝિલ દૂર ને દૂર રહેવાની
હરેક રાહ પહોંચાડશે મંઝિલે એની, મંઝિલ તારી નથી બની જવાની
હરેક રાહના કાંટા ને કાંકરા હશે જુદા, રાખજે એના પર ચાલવાની તૈયારી
હરેક મંઝિલ આપશે ફળ એનું, હશે મંઝિલ જીવનમાં જેવી તારી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)