હવે પ્રભુ ના સતાવો, પ્રભુ હવે વધુ ના સતાવો
આવી ગઈ છે અવધિ એમાં, સમજો હવે વધુ ના સતાવો
રિસાયા કે ના રિસાયા, હવે અમારાથી તો ના રિસાવો
રોકનાર નથી તમને અમારા અવગુણો, અમારાથી ના છુપાવો
છીએ કે નથી પ્રેમપાત્ર, તમારા પ્રેમપાત્ર તો અમને બનાવો
છો મોટા દિલના, ભૂલો અમારી દિલથી વીસરાવો
આવ્યા છીએ જગમાં નથી સુધર્યા, હવે અમને સુધારો
છીએ કાચા માટીના અમે, વારેઘડીએ ના અમને હલાવો
અપનાવીએ પ્રેમથી, અમને પ્રેમથી તમે હવે અપનાવો
આવો નજર સામે, અમારી નજરથી નજર ના છુપાવો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)