ભાવ વિના પ્રીત અધૂરી છે, ના એના વિના એ ટકવાની છે
બાંધેલા, ઉછીના ભાવો કે લાદેલા ભાવો, ના એ તો ટકવાના છે
સુખદુઃખના સરનામાં જુદાં નથી, તમારામાં બંને મળવાનાં છે
હકીકતો બદલવાની છે ખ્વાહિશો દિલમાં, કોઈક એને પૂરી કરવાના છે
ઢોલ વગાડી પ્યાર નથી થાતા, પ્યારના ના ઢોલ વગાડવાના છે
ઊલટું ને ઊલટું થાય જ્યારે જીવનમાં, વિચારમાં નાખી જવાના છે
ભાવોનાં ખેતર ખેડવા નથી જેણે, શુષ્ક જીવન એનું રહેવાનું છે
વહે ભાવની સુંદર ભરતી રંગ જીવનમાં એ લાવવાનું છે
ભાવ ને પ્રીતને છે સંબંધ ગાઢો, એકબીજા પૂરક રહેવાના છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)