રહેજો રહેજો રે, મારા દિલના સરતાજ બનીને તમે રહેજો રે
આવીએ અમે કામ છોડીને, મહેરબાનીના તાજનાં ના બહાનાં કાઢીએ રે
ચાહીએ થાય મુલાકાત તમારી, એની વચ્ચે વાદળ ના લાવજો રે
હોઈએ અહીં કે ક્યાંય, તમારી યાદથી ના દૂર અમને રાખજો રે
આવો આવો આજ તમે, અમારા હૈયાના સરતાજ તો બનીને રે
હોઈએ અમે ખુશી કે ગમમાં રે, હર અવસ્થામાં તમારી સંગમાં રાખજો રે
નથી દિલ ઉપર કોઈ કાબૂ, દિલનાં ના કોઈ પારખાં લેજો રે
કહેશો ના આવશું પછી ઝટપટ, તમે હવે તો ઝટપટ આવજો રે
આવો ને આવો દૃષ્ટિમાં તમે, તમારી દૃષ્ટિમાં અમને રાખજો રે
સદા સ્નેહ અમારી ઉપર રાખજો રે, સરતાજ બનીને આવજો રે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)