અરે ઓ બંસરીના બજવૈયા, બંસરી એવી વગાડ
છીએ માયામાં સૂતેલા, હવે એમાંથી અમને જગાડ
છે હૈયું આતુર સાંભળવા બંસરી, નાદ એનો સંભળાવ
નજરેનજરમાં રમે બંસરી, આજ એવી બંસરી વગાડ
તારી ભક્તિમાં એવા ડુબાડ, કરતા યાદ બંસરી સંભળાય
નાદે નાદે એવા ડોલાવ, રાધાજીનાં દર્શન એમાં કરાવ
મસ્ત બને બંસરીમાં તું, તારી બંસરીમાં મસ્ત બનાવ
નાદે નાદે ભાવો એવા જગાડ, માયાને હૈયેથી ભગાડ
ભૂલીએ ભાન ભલે અમે, રસ્તો સાચો જીવનમાં બતાવ
હોઈએ ભલે ગમે એવા, જીવનમાં તારા અમને બનાવ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)