ઊંડે ઊંડે ઊતરી જાય, નસ નસમાં તો સમાઈ જાય
જગ એને તો જાણી જાય, પ્યારની જાહેરાત ના કરાય
થાતા જાહેરાત એ લજવાઈ જાય એ શરમાઈ જાય
ક્યારેક નજર કોઈની એવી, એને જો લાગી જાય
પ્યાર ઊભો ઊભો સુકાઈ જાય, જાહેરાત એની ના થાય
કર્યો પ્યાર પ્રભુએ તો જગને, એ તો વહેતો ને વહેતો જાય
કહ્યું ના કદી પ્રભુએ જગને, સમજાવ્યું પ્યાર કેમ કરાય
કર્યો પ્યાર, અહેસાસ કરાવાય, જાહેરાત એની ના થાય
વહેતી સરિતાની જેમ વહેતો જાય, નહાવું હોય એ એમાં નહાય
દિલ ને આંખમાંથી વ્યક્ત થાય, નહાય એમાં એ પાવન થાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)