મહીની મટુકી ફોડી, પ્રભુપ્રેમના નીરે નવરાવો અમને
નવરાવી અમને એમાં, અમારા જીવન ને જીવન આપો
રીત બધી ન્યારી, ઓ નખરાળા શ્યામળા રે વહાલા
રહો ના ઊભા તમે સીધા, રહેવા દો સીધા બંસરીના બજવૈયા
મીઠી બંસરી વગાડનારા, કાનુડા વગાડો મીઠી બંસરી
છેડો સૂરો એમાં એવા, પમાડો અચરજ ઓ શામળિયા રે વહાલા
બનાવજે લીન સૂરોમાં તારા, મટે જનમ જનમના ફેરા
સુમધુર સંગીત છેડનારા, બંસરીના બજવૈયા કાનુડા રે મારા
આવો ધીરે ધીરે સપનામાં વહાલા મરક મરક હસનારા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)