સમજીને કરો કે સમજીને છોડો, જીવનમાં ના એ સતાવશે
અધકચરી સમજ જીવનને જગમાં, મુસીબતમાં તો નાખશે
અધકચરું જ્ઞાન, એનું અભિમાન, જીવનને ડહોળી નાખશે
પ્રકટયાં લક્ષણ આવા જીવનમાં, સુપાત્રને કુપાત્ર બનાવશે
સમજાવટની કરી ના સજાવટ, જીવનને રણાંગણમાં ફેરવશે
જોઈ જગમાં અન્યની ચડતી, હૈયું એમાં જો એનું બળશે
સમજતી સમજણને જીવનમાં, કુદરત એરણે ચડાવશે
માનવહૈયું છે સમુદ્ર પ્રેમનું, ખારા પાણીને કેમ જીરવશે
સમજણની સમજમાં પડશે બાકોરું, પ્રગતિની નાવ ડૂબશે
સમજણની કરીશ માવજત બરાબર, જરૂર જીવનને સાચવશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)