દિલના અરમાનોની રાખ બની સંસાર તાપમાં, દિલમાં ધૂમ્મસ છવાઈ ગયું
કંઈક આશાઓની સળગી એમાં હોળી ના ધૂમાડા એના તોય દેખાયા
અરમાનોની વર્ષા વરસી નિરાશાઓની જીવનમાં તો છાબ ભરી
ઇચ્છાઓના દીપ જલાવ્યા દિલમાં, સંસાર વાવાઝોડામાં એ બુઝાતી રહી
રાખ બની છવાઈ જીવનમાં, સાચા ખોટાની દૃષ્ટિ એમાં ઝંખવાઈ ગઈ
દુઃખદર્દના પરપોટા રહ્યા ઉઠતા દિલમાં, ખુદ ને ખુદમાં ના જોઈ શખ્યું
સુઝી ના દિશા એમાં જીવનની, જીવન એમાં ઘસડાતું ને ઘસડાતું રહ્યું
જેટલી ઇચ્છા એટલી તો ઉપાધિ, જગમાં જીવન એ તો સમજાવતું રહ્યું
હતી પડી આદત ઇચ્છાઓની, એના વિનાનું જીવન અઘરૂં લાગ્યું
ઇચ્છાઓએ સ્થાન જમાવ્યું દિલમાં એટલું, પ્રભુને સમાવવા મુશ્કેલ બન્યું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)