અરે ઓ સર્વવ્યાપી છે તું ચમત્કારી
રહ્યો છે જગમાં બધે તું વ્યાપી, શોધવો મુશ્કેલ છે તું ભારી
અણુએ અણુમાં વ્યાપી, રહ્યા છો સારા જગને રમાડી
છો એવા ઈશ્કે મિજાજી, રહી દૂર રમો છો રમત હૈયા સાથે ભારી
એક ખીસામાંથી લઈ, ભરે ખીસું બીજુ, રહી છે આ રમત તારી ભારી
કરે કરાવે બધું તું, માનવના હૈયામાં ભરે અંહ એનો તો ભારી
બુંદ બુંદમાંથી સર્જી સૃષ્ટિ, આપી રૂપ અનોખા, બનાવી રળિયામણી
દેખાય ભલે ના તું, ચાલે ચાલ, સદા આશ્ચર્ય પમાડનારી
છે અરૂપ અનામી તું, દે દર્શન, ધરી રૂપને નામ, ભજે તને વિશ્વાસથી
તારી ઇચ્છા વિના હાલે ના પાંદડું, નથી શક્તિ તારી ઇચ્છા જાણવાની
નથી તારા વિના કાંઈ બીજું, દે છે સર્વને તું તુજમાં સમાવી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)