રાખ રાખ રાખ તું, સદા `મા' ને તારા સાથમાં
રહેશે જો એ સાથે, સારું જગ રહેશે તારા હાથમાં
તકેદારી રાખજે સદા, છુપાઈ જશે એ તો વાત-વાતમાં
છુપાશે એ તો એવી, આંસુ આવશે તારી આંખમાં
ઢૂંઢતો રહીશ તું એને, રહેશે છાયા બની તારા સાથમાં
હૈયે મૂંઝાઈશ ઘણો, આવશે એ તો તારા પાસમાં
વર્તશે એ એવી રીતે, નહીં આવે તારી સમજણમાં
ધ્યાન એનું સદા રાખજે, આવશે તો એ તારા ધ્યાનમાં
પીછો કદી એનો ના છોડતો, ના સરતો તું નિરાશામાં
મજબૂર બનાવી દેજે તું એને, લેશે પ્રેમથી તને બાથમાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)