નજાકત ભરી નજરે શરારત કરી, હલચલ દિલમાં મચાવી ગઈ
નજાકતની નજાકત માણવા, દિલમાં તલસાટ ઊભી એ કરી ગઈ
મહોબત ના સમજતા દિલે, મહોબતની ગલીની મુસાફરી શરૂ કરી
અસર નજરે દિલ પર એવી કરી, નજર વિનાની દિશા સૂની લાગી
અદ્ભુત અનુભવના એણે એમાં, અનુભવી બનાવી ગઈ
હતા કલ્પનાના દ્વાર જે બંધ, દ્વાર એના એ ખુલ્લા કરી ગઈ
કરી ગાઢ અસર દિલ પર, દિલની દુનિયા એ બદલી ગઈ
પ્રેમની કુંપળો હૈયાની ધરતી પર, એમાં ઊભી એ કરી ગઈ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)