થાકના અપનાવી રસ્તા, પાડવી બૂમો થાકની, છે એ તો થાકના રસ્તા
મનને મુક્ત ના રાખવું ચિંતાથી, વાગોળવી ચિંતા, છે એ તો થાકના રસ્તા
રાખવું દિલને ડુબાડી નિરાશામાં, દેવી આશાને ના પ્રવેશવા, છે એ તો થાકના રસ્તા
દુઃખદર્દ છે હકીકત જીવનની, તૈયાર ના રહેવું સ્વીકારવા, છે એ તો થાકના રસ્તા
અપનાવી રસ્તા ખોટા, ફળથી એના રહેવું ભાગતા, છે એ તો થાકના રસ્તા
અસંતોષથી દિલ ભરેલા રાખવા, રહેવું ઇચ્છાઓનાથી હોળતા, છે એ તો થાકના રસ્તા
ઈર્ષ્યાને વસવા દીધી દિલને નજરમાં, ના ઉપાય લીધા, છે એ તો થાકના રસ્તા
ચાહે દિલ સફળતા, કર્યુ ના તૈયાર અસફળતા પચાવતા, છે એ તો થાકના રસ્તા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)