ભાવે ભાવથી રંગાશે દિલ, રંગાશે દિલ તો ભાવોના રંગમાં
ફરશે પીંછી પ્રેમના ભાવની દિલપર, દિલ રંગાશે ત્યા પ્રેમમાં
મળે સંગ જેવો ને જેનો એને, રંગાઈ જાશે એ તો એના રે રંગમાં
બદલાતી પીંછીને બદલાતા રંગો, સંગ દિલ બદલશે એના અંદાજો
ફરશે પીંછી જરૂરતોની દિલપર, દિલ રંગાશે ત્યાં લાલચમાં
ફરશે પીંછી ર્વચસ્વની દિલપર, દિલ રંગાશે ત્યાં અંહમમાં
ફરશે પીંછી અસત્યની દિલપર, દિલ રંગાશે ત્યાં કપટમાં
ફરશે પીંછી મમતાની દિલપર, દિલ રંગાશે ત્યાં વાત્સલ્યમાં
ફરશે પીંછી પ્રભુ કૃપાની દિલપર, દિલ રંગાશે ભક્તિના રે રંગમાં
ફરશે પીંછી પ્રભુ પ્રિતની દિલપર, દિલ રંગાશે ત્યાં સતસંગમાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)