પૂછો માનવીને, ચાહે છે દર્શન કરવા પ્રભુના, કહેશે હાં, હાં, હાં
રાખી સકીશ મનડું સ્થિર જીવનમાં, કહેશે ના, ના, ના
ચાહે છે સફળતા શું તું તારા જીવનમાં, કહેશે હાં, હાં, હાં
હટવા ના દેશે લક્ષ્ય તારું એ તો જીવનમાં, કહેશે ના, ના, ના
પૂછો જીવનમાં સત્યની રાહે ચાલવું ગમે, કહેશે હાં, હાં, હાં
એનાં કાજે છોડવાની છે તારી કોઈ તૈયારી કહેશે ના, ના, ના
જ્ઞાન પામવું છે શું તારે જીવનમાં તરત કહેશો હાં, હાં, હાં
મહેનત કરવાની છે શું તૈયારી એના કાજે કહેશે ના, ના, ના
પામવી છે સફળતા શું તારે તારા જીવનમાં કહેશે હાં, હાં, હાં
કષ્ટ સહન કરવાની છે શું તૈયારી એના કાજે કહેશે ના, ના, ના
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)