આવ્યો જ્યાં જગમાં, જગના કાયદા ને કાનુન લાગુ પડયા
લાવ્યો કંઈક ચીજો સાથે, કાયદા નીભાવવા આકરા બન્યા
લાવ્યો નજર તું સાથમાં, રહી ઘૂમતી ને ઘૂમતી ના કાબૂમાં રહ્યા
લાવ્યો દિલ સાથમાં, કર્યુ ના રક્ષણ, ઘવાતું રહ્યું વાત વાતમાં
લાગ્યું મનડું તારી સાથમાં ને સાથમાં, રહ્યો અજાણ્યો તેનાથી
કરતો ને કરતો રહ્યો એનું, ઘૂંટતો ને ઘૂંટતો રહ્યો દુઃખ સાથમાં
લાવ્યો મુખડું તારું જગમાં, ભાવો વ્યક્ત તો કરવા
તારા દિલના ભાવો વ્યક્ત થાતા રહ્યા, રોકી ના શક્યો ભાવ તારા
ના કાયદા એના પચાવી શક્યો, ના તારા પચાવી શક્યો
સુખદુઃખની અનુભવ એમાં પામતો ને પામતો રહ્યો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)