કર્યો વિચાર જગે, કિરણો લૂંટી લેવા સૂર્યના
લૂંટતા ગયા કિરણો, કિરણો ના ઘટયા, જગને સૂર્ય એવોને એવો તો મળ્યા
કર્યુ નક્કી જગવાસીઓએ અટકાવવા નદીના પ્રવાહને
અટક્યા એક બે ઝરણાં, પ્રવાહ સમુદ્રમાં જઈને મળ્યા
પ્રવાહ નદીના સમુદ્રમાં મોજા બની ઊછળી રહ્યા
ભર અંધારંમાં, વિસ્તાર્યો વિસ્તાર વાદળોએ
જગ ત્રાહિમામ ત્રાહિમામ પોકારી ઉઠયા
ચમકી વિજળી મળ્યો પ્રકાશ જગને, વાદળ પ્રકાશ ના અટકાવી શક્યા
ઉન્નત મસ્તકે વધતા તાડના ઝાડને જોઈ આશ્ર્ચર્યમાં પડયા
મળવા ચાહે છોડ એ કોને, રહ્યો છે અહંમાં વધતો
પવનનું જોર ના ઝીલી શક્યા, પવન સામે ઝૂકી ગયો
સુડોળ સુમુખી દંત પંકિતને જાગ્યું અભિમાન ઉરે
અભિમાનમાં દેખાયું મુખ મગરનું, નાશ એનો કરી જશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)