યાદો તો જીવનમાં ખ્વાબ બન્યા, ખ્વાબ એ તો બની ગયા
આવી આવી ખ્વાબમાં યાદો, યાદોને તાજીને તાજી કરી ગયા
અનેક યાદોની યાદો જીવનમાં, ખ્વાબ બનીને આવી રહ્યા
હરેક યાદો ખ્વાબ જગાવી ગયા, ના ખ્વાબ તો અટક્યા
ખ્વાબો યાદો સાથે રાખી સંપર્ક, એ રાખતા ને રાખતા રહ્યા
ગુંથાતી ને ગુંથાતી રહી યાદો, ખ્વાબ જીવન એના બની ગયા
એકબીજાના બનીને જનેતા, એ સંગ તો સદા મારી રહ્યા
બન્યું કોણ કોનું પ્રણેતા ક્યારે, કહેવું એ તો મુશ્કેલ કરી ગયા
ક્યારે જીવનમાં શાંતિ ને અશાંતિ, તો અશાંતિમાં શાંતિ જગાવી ગયા
શ્વાસોની દોરી સંગ આ તો બંધાયેલા ને બંધાયેલા રહ્યા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)