Hymn No. 8838
|
|
Text Size |
 |
 |
1900-01-01
1900-01-01
1900-01-01
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=18325
જાણું ન ધ્યાન શેનું ધરું, કોનું ધરું કેવી રીતે ધરું ત્યાં શું કરું
જાણું ન ધ્યાન શેનું ધરું, કોનું ધરું કેવી રીતે ધરું ત્યાં શું કરું તારી નજર સામે માંડી શકતો નથી નજર તારી, નજરનું ધ્યાન ક્યાંથી ધરું હૈયું પીગળ્યું નથી જ્યાં તારા ભાવમાં, ધ્યાનમાં સ્થિર ક્યાંથી રહું પ્રેમ તરસ્યું હૈયું લઈ બેઠો છું સામે, તારા પ્રેમનો પ્યાસી બનું રસ્તા ત્યજવા છે માયાના, હૈયામાં લાગી નથી માયા તારી, ત્યાં શું કરું ઇચ્છા રોજ નાચ નચાવે, રહે મનડું એમાં ફરતું, ત્યાં શું કરું પ્રેમની ગલી ગલીમાં ફરું, ક્યાંય નિર્મળ પ્રેમ ના પામું, ત્યાં શું કરું રોજ સવાર ઉગે ને રાત પડે, ચીલે ચીલે ચાલ્યા કરું, ત્યાં શું કરું દુઃખદર્દ દિલને સતાવે ના દિલને મુક્ત એમાંથી કરી શકું, ત્યાં શું કરું રોજની બની ગઈ છે આ રામાયણ, ધ્યાન ક્યાંથી ધરું, ત્યાં શું કરું
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
taari najar same mandi shakato nathi najar tari, najaranum dhyaan kyaa thi dharum
haiyu pigalyum nathi jya taara bhavamam, dhyanamam sthir kyaa thi rahu
prem tarasyum haiyu lai betho chu same, taara prem no pyasi banum
rasta tyajava che mayana, haiya maa laagi nathi maya tari, tya shu karu
ichchha roja nacha nachave, rahe manadu ema pharatum, tya shu karu
premani gali galimam pharum, kyaaya nirmal prem na pamum, tya shu karu
roja savara uge ne raat pade, chile chile chalya karum, tya shu karu
duhkhadarda dilane satave na dilane mukt ema thi kari shakum, tya shu karu
rojani bani gai che a ramayana, dhyaan kyaa thi dharum, tya shu karu
|