માગું કે કરું ફરિયાદ, છે બંને સરખુંને સરખું
દીધુ ના ભલે મને માત, જોજે બાળકની જાય ના લાજ
રહ્યા છે વિશ્વાસે લે છે તારા વિશ્વાસના શ્વાસ
જોઈ કેમ રહે છે માડી તું, જગ મારી રહ્યું છે લાત
કરી હોય ભૂલો ઘણી ઘણી, સુધારવા બુદ્ધિ આપ
એક આંખ ફરતા પ્રલય સરજાય, કેમ ચૂપ રહી છે માત
અંબરીષને તારવા લીધું હતું તે સુદર્શન તારે હાથ
આજ લાજ બચાવવા બાળકની ધરજે ત્રિશૂળ તારે હાથ
ખાય ખોંખારો જ્યાં તું, ભલ ભલાના હાંજા ગગડી જાય
મન ફાવે આવે એમ રહ્યું છે જગ ર્વતતું, તારાથી ચૂપ ના રહેવાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)