અરમાન ભર્યા આ દિલને, પ્રભુ આશિષ એવો આપી દેજો
સ્મરણ નિત્ય તારું કરીએ, દૂર તારાથી ના રહીએ
સંકટ સમયની ભલે સાંકળ છે તું, સંકટમાં ના અમે પડીએ
દુઃખદર્દને પાસુ જીવનનું સમજી, વિચલિત ના એમાં થઈએ
શ્વાસે શ્વાસથી રટીએ નામ તારું, શ્વાસે શ્વાસમાં વણી લઈએ
પામીને દિલમાં સ્પર્શ તારો, તારા જેવા પારસમણિ બનીએ
જીવનમાં અનેક સાથે હળીએ મળીએ, તનેજ અમારા ગણીએ
નજરે નજરમાં કરીએ દર્શન તારા, એવી દૃષ્ટિના દાન દેજો
વિતાવીએ જીવન એવું, અંતર દિલમાં તુજથી ના રહેવા દઈએ
કરીએ કર્મો ભલે જીવનમાં, અંતરથી તુજ ચરણે ધરવા જઈએ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)