|
View Original |
|
બની જાય જ્યાં ગીત દિલનું રે દર્પણ
બની જાય એ ગીત તો અમર (2)
શબ્દે શબ્દે જેમા, દિલ જ્યાં ઝૂમી ઊઠે
હોય જીવનની તાજગી ને તાજગી જેમાં
પ્રેમની સુગંધ મહેકી ઊઠે તો જ્યાં એમાં
જીવનની વાસ્તવિકતાનું મળી જાય જેમાં દર્શન
ભાવે ભાવના ઊછળે તો મોજા જેમાંથી
શીખવા મળે સાચી જીવનની કળા જેમાંથી
જિંદાદિલીના ભારોભાર મળે પીવા પ્યાલા જેમાંથી
પહોંચાડે ભક્તિને તો જે ચરમસીમાએ
મનને ને દિલને જે શાંતિ પહોંચાડે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)