શ્વાસો લીધા ને શ્વાસો છોડયા, જીવનભર તો આ કરતા રહ્યા
કર્યુ ના કામ ગર્વ લેવા જેવું, લેખા શ્વાસોના ના લખાવી શક્યા
વિચારો કર્યાં ને વિચારો છોડયા, જીવનભર તો આ કરતા રહ્યા
જીવનને ઉન્નત કરવાના વિચારો ના કર્યા, વિચારોના લેખા ના લખાવી શક્યા
કંઈક જોયું ને કંઈક ભૂલ્યા, જીવનભર તો આ કરતા ને કરતા રહ્યા
જોયું ઘણું બધું, પ્રભુને ના જોયા, લેખા જોવાના ના બનાવી શક્યા
સમજવાને ને સમજવાને કરી કોશિશો, સાચું ના સમજી શક્યા
સાર જીવનનો જ્યાં ના સમજ્યા, લેખા સમજના ના લખાવી શક્યા
શીખ્યા ઘણું ઘણું જીવનમાં, શીખવાનું હતું એ તો ના શીખ્યા
મનને કાબૂમાં લેતા ના શીખ્યા, જીવનમાં ના એના લેખા લખાવી શક્યા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)