Hymn No. 8856
|
|
Text Size |
 |
 |
1900-01-01
1900-01-01
1900-01-01
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=18343
સુખનો આસવ પીધો જેણે, દુઃખની ફાકી ગમશે એને ક્યાંથી
સુખનો આસવ પીધો જેણે, દુઃખની ફાકી ગમશે એને ક્યાંથી સુખનું ઘેન ચડયું જેને જીવનમાં, દુઃખની યાદ એને આવશે ક્યાંથી પ્રેમના કટોરા ભરી ભરી પીધા જેણે, કડવા ઘૂંટડા ઊતરશે ક્યાંથી ડગલે પગલે માન મળ્યા, અપમાનના ઘૂંટડા ગળાશે ક્યાંથી સુખ સાહ્યબીમાં મહાલ્યા જીવનમાં, પરિશ્રમ કરી શકશે ક્યાંથી વાલમાને પ્યારમાં જે મોટા થયા, વેર ક્રોધ એને ગમશે ક્યાંથી સફળતા ના સર કર્યાં જેણે ડુંગરો, અસફળતા ને આવકારશે ક્યાંથી પાણી માંગતા મળ્યા જેને દૂધ જીવનમાં, એને કષ્ટ શું છે સમજાશે ક્યાંથી ઉડે જે આકાશમાં બનીને મુક્ત એને સોનાના પાંઝરા ગમશે ક્યાંથી રહેજે પ્રભુ ભજનમાં મસ્ત, એને માયા ના નાચ ગમશે ક્યાંથી
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
sukh no asava pidho jene, dukh ni phaki gamashe ene kyaa thi
sukhanum ghena chadayum jene jivanamam, dukh ni yaad ene aavashe kyaa thi
prem na katora bhari bhari pidha jene, kadava ghuntada utarashe kyaa thi
dagale pagale mann malya, apamanana ghuntada galashe kyaa thi
sukh sahyabimam mahalya jivanamam, parishrama kari shakashe kyaa thi
valamane pyaramam je mota thaya, ver krodh ene gamashe kyaa thi
saphalata na saar karya jene dungaro, asaphalata ne avakarashe kyaa thi
pani mangata malya jene dudha jivanamam, ene kashta shu che samajashe kyaa thi
ude je akashamam bani ne mukt ene sonana panjara gamashe kyaa thi
raheje prabhu bhajan maa masta, ene maya na nacha gamashe kyaa thi
|
|