દિલમાં ઉમંગ ભરી, નયનોમાં પ્રેમની રસધારા ભરી
આવો છો ક્યારે તમે પાસે તો અમારી
દિલના તારને ઝંકૃત કરી મીઠી બંસરીના સૂરો વગાડી
હોય મારી તંદ્રા કે હોય મારી નિંદ્રા, રહેવા ના દેજો ખાલી
આવજો સદાય એમાં, રહેવા ના દેજો ખાલી, દેજો ના હાથતાળી
મલકતા મુખે, સ્નેહભર્યા અવાજે વાતો કરવા દિલની
વાતો કરવા ન્યાલ કરવા, આવો પાસે તમે તો અમારી
ઝબકારો હૈયાને જાય મળી, થઈ જાય મૂલાકાત યાદભરી
જગાડી આશાઓ દિલમાં ઘણી, જોજો જાજો ના એને તોડી
યાદ રહે મિલન સદા આપણું કરજો મિલન એવું હરઘડી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)