રહેમ દિલ છે રે તું, બીરૂદ તારું રે સંભાળજે
કરીએ અમે રે કાંઈ, બેરહેમ ના બની જાજે - બીરૂદ ...
એક તો સતાવી રહ્યા છે કર્મો હવે સતાવતો ના તું
તારી નારાજગી ના વરસાવજે રે તું - બીરૂદ ...
કર્યાં ગુના જ્યારે જ્યારે સમજાયા ના હતા ગુના ત્યારે
હવે ગુના ના કરાવજે, ગુનાની બહાર કાઢજે - બીરૂદ ...
કર્મોની લાકડીએ માર્યો માર, શિક્ષાનો માર ના મારજે
કરવા સીધો મને, બેરહેમ ના તું બનજે - બીરૂદ ...
છીએ તારી સામે અલ્પ અમે, કસર અમારામાં ના રાખજે
આગળ વધારવા અમને, રહેમ દિલ તો બનજે - બીરૂદ ...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)