આવ્યા છીએ માડી તારા દરબારમાં, ખાલી નથી રાખવાની
દેશે કે ના દેશે ભલે કાંઈ, આશીર્વાદ તો જરૂ આપવાની
થાય ઇચ્છાઓ પૂરી કે ના પૂરી, ઇચ્છાઓ તો જાણવાની
ભાગ્ય ભૂંસે કે ના ભૂંસે અમારી, પુરુષાર્થી અમને બનાવવાની
રહીએ પાસે દૂર તારાથી, અમારાથી દૂર નથી રહેવાની
જનમ લઈ આવ્યા જગમાં, સુખદુઃખ સંગે પ્રીત રહેવાની
પ્રીત દિલમાં તારી વધારાવી, સુખદુઃખની પ્રીત તોડવાની
જળહળે પ્રીત જ્યાં તારા હૈયામાં, પ્રીતનું પાન કરાવવાની
ગુપ્ત રહી ગુપ્તપણે કાર્ય અમારા તો તું કરવાની
આવ્યા છીએ જ્યાં દરબારમાં, તારી ખાલી અમને નથી રાખવાની
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)