દિલમાં છે કાંઈ ને મનમાં છે કાંઈ, આવી બનાવટ ક્યાં સુધી કરશે
ચલાવનાર તો ભલે ચલાવે આવી, બનાવટ ક્યાં સુધી કરશે
તારે જોવા છે દૃશ્યો જુદા, નયનો જોયે છે દૃશ્યો જુદા, ક્યાં સુધી ચાલશે
કાન તડપે છે સાંભળવા અવાજ એના, સાંભળી રહ્યા બીજા, ક્યાં સુધી આવશે
આવી કઈ બદલી તારા ભાવોમાં વિચારોમાં, બનાવટ ક્યાં સુધી કરશે
દિલની ઉપરવટ જવાની તાકાત નથી, તારે મનનું કહ્યું કરવું પડશે
નથી હૈયાની ઉપરવટ જવાની તાકાત, આવી બનાવટ કરતો રહે છે
બનાવટ થી બચવા, મનને ભાવોની સાચી સજાવટ કરવી પડશે
સુજ્યું ના મનને, મૂંઝયું દિલડું, કોણ સહારે ત્યારે આવશે
અસહાય બનીને ના બેસી રહેજે, તારી તૈયારી કામ તને લાગશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)