છું અનંતનો હું રાહી, અંતમાંને અંતમાં ભટક્યા કરું છું
નીકળ્યો શોધવા દ્વાર સ્વર્ગનું, નરકના દ્વારે પહોંચી ગયો છું
ના હતી જાણકારી પાસે મારી, મેળવવામાં અહં ના છોડી શક્યો છું
બન્યો જીવનમાં પ્યારનો પ્યાસો, મૃગજળ પાછળ દોડી રહ્યો છું
સ્થાપી છે મૂર્તિ જેની દિલમાં, ના એને જીવનમાં પૂજી શક્યો છું
ચૂક્યો મેળવવી રાહ સાચા આનંદની, દુઃખદર્દ ભોગવી રહ્યો છું
અંત આવ્યો જીવનનો, દુઃખદર્દના અંત ના લાવી શક્યો છું
પામવા સુંદરતા જીવનની, જીવનને વેરાન બનાવી બેઠો છું
જીતના ભાવોથી વિતાવું જીવન, હારનો હાર પહેરી બેઠો છું
ખોટા યત્નોમાં વિતાવ્યું જીવન, જીવનને પાટા પર ના ચડાવી શક્યો છું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)