અલૌકિક કે લૌકિક ઇચ્છાઓ પાર પાડવા, ભાગ્ય સામે ઝઝૂમવું પડશે
પામવા, ભાગ્ય સામે લડવા, કટીબધ્ધ તો જીવનમાં રહેવું પડશે
સહેલું નથી જીવનમાં જે, જીવનમાં સહેલું એને બનાવવું પડશે
સમયનો ખેલ છે ન્યારો, સમય વર્તે સાવધાન તો રહેવું પડશે
ભૂલી ને બધુ પામવું છે જેને, ને જે એની તરફ આગળ વધવું પડશે
કેમ ને ક્યારે ના ભૂલીને શૂર, થાશે જરૂર એ તો શીખવું પડશે
આળસના વિસામામાં આળોટવાનું છોડી, પુરુષાર્થી જીવનમાં બનવું પડશે
અન્યની સંગ નહીં ખુદે ખુદ સંગ તો જીવનમાં લડવું પડશે
કલ્પનાઓને આકાર દેવો નથી સહેલો, એના કાજે અથાગ પુરુષાર્થ કરવો પડશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)