જાવો જગના કોઈપણ ખૂણે, ભાગ્ય પીછો છોડવાનું નથી
છુપાવો જગને કોઈ અંધારે ખૂણે, વિચારો છૂટવાના નથી
પ્રેમની વેલને મળે જળ જ્યાં પ્રેમનું, પાંગર્યા વિના રહેવાની નથી
ભાષા બીજી આવડે ના આવડે, પ્રેમની ભાષા સમજાયા વિના રહેવાના નથી
દુઃખ બોલે કે ના બોલે જીવનમાં, મુખ બોલ્યા વિના રહેવાનું નથી
મુંગી મુંગી આંખ બોલે, ભાવો એમાં બોલ્યા વિના રહેવાના નથી
આવશે હકીકત એક દિવસ સામે એ, બોલ્યા વિના રહેવાની નથી
મૌન ભાષા તો છે પ્રાણવંતી, અસર કર્યાં વિના રહેતી નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)