ના ભુલાય એવી આંખો હતી, યાદ રહી જાય એવી મૂલાકાત હતી
ઝીલ્યા સૂરો દિલે દિલના, દિલના સંવેદનાની નજદીક્તાની વાત હતી
કરી ગઈ અસર આંખો ધડકન પર, એની કબૂલાતની આ વાત હતી
બંધ આંખે છવાઈ ગઈ એવી દિલ પર એ આંખોમાં એવી નજાકત હતી
દિલની દુનિયામાં ફૂટી પ્રેમની કૂંપળો, એ આંખોની હરિયાળીની વાત હતી
બની ગઈ એ દિલની સંપત્તિ, જો લૂંટાય એ દુનિયા કંગાળ હતી
સ્વપ્ન સમ એ આંખ હતી, બની હકીકત આંખ સામે આવી હતી
ભરપૂર ખીલેલા ભાવો હતા, એની ધારા વરસાવતી એ આંખ હતી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)