કરી જેટલી દરકાર તનડાંની, કરી હોત એટલી મનડાની ને દિલડાની
વાત જીવનની તો કાંઈ ઓર બનતે (2)
રૂઝાશે ઘા તનડાંના, મનડાને દિલડાના ઘા રૂઝાતા વાર લાગે જો સમજતે
વિચારોમાં ને વિચારોમાં ડૂબ્યા, આપી હોત જો દિશા વિચારોને
સંબંધો બંધાયા, જાળવ્યા હોત સંબંધો જાણીને જીવનમાં
શબ્દો ઉછળ્યા ના હોત જો ગોફણ છાતી જેમ જીવનમાં
નિરાશાઓને વળગાડી ના હોત હૈયે ઊંડે જો જીવનમાં
ઊંઘમાં પાસા બદલ્યા અનેકવાર, સુખદુઃખ બદલાવા જીવનમાં
દુઃખે દર્દ દીધું સુખે નીંદ દીધી મીઠી સાચી રીતે સમજવા હોત જીવનમાં
શંકાઓને પાડવા દીધા ના હોત કાણાં, પુરુષાર્થમાં જીવનમાં
દીપાવ્યા હોત સંસ્કારો જો સમજી વિચારીને જીવનમાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)