કાનુડા, કાનુડા રે કાનુડા જઈએ, જઈએ જ્યાં યમુનાને તીર
યાદ તારી, યાદ તારી આવ્યા વિના ના રહે
એ કદમ કેરું વૃક્ષ ને કાલિંદીનો ઘાટ, યાદ તારી અપાવ્યા વિના ના રહે
દીધાં છે જ્યાં તેં એને તારા દિલમાં અનોખા સ્થાન
વાયે શીતળ પવન કદમ કેરા વૃક્ષની ઘટામાંથી, સંભળાય બંસરીના સૂર
સાંભળીએ જ્યાં ડાળીઓના ખડખડાટ- અપાવે યાદ અમને
ગોપ ગોપીઓના ઠેસનો રે નાદ - અરે ઓ કાનુડા કાનુડા
વગાડે વાંસળી તું એવી, રહે ના હૈયું ત્યાં કોઈને હાથ
પહોંચીયે જ્યાં યમુનાને ઘાટ, અપાવે તારી એ મીઠી મીઠી યાદ
કાલિંદીનો એ તટ ગજવે જ્યાં, તું નટવર નટખટ
તારા નખરાળા નખરાની, અપાવે અમને તારી યાદ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)